HomeGujaratમહેન્દ્રનગર નજીક કાલિન્દ્રી નદીમાં ફેકટરીમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલીનાં...

મહેન્દ્રનગર નજીક કાલિન્દ્રી નદીમાં ફેકટરીમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલીનાં મોત

મોરબીનાં સિરામિક ઓધોગિક ઝોનમાં આવેલી ફેકટરી માંથી નીકળતા કેમિકલ યુક્ત પદાર્થોનો અવાર નવાર આસપાસના જળાશયમાં ફેંકી પાણીને પ્રદુષિત કરતા હોવાની અનેક ઘટના બની ચૂકી છે થોડા મહિના પહેલા ઘૂંટુ ગામમાં પેપર મિલમાંથી નીકળતા પાણી આસપાસના ખાડામાં ભરાતા ત્યાં અનેક માછલીઓ મરી ગઈ હોવાની ઘટના બની હતી જોકે આ ઘટનાથી પણ ઉધોગકારો કે જીપીસીબી વિભાગ જાગ્યું હોય તેમ લાગતું નથી તેવું તેવી ઘટના ઘુટુ થી મહેન્દ્ર નગર ગામ વચ્ચેથી પસાર થતી કલિન્દ્રી નદી પર ફરી એકવાર કેમિકલ યુક્ત પાણી ભળી જવાના કારણે અસંખ્ય માછલીનાં મોત નિપજ્યા હતા. ઘટના બાદ સ્થાનિકો દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ માછલાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મરેલી હાલતમાં પડ્યા છે. અગાઉ પણ અહીં કેમિકલ યુક્ત પાણી ભળવાના કારણે માછલાં મોત થયા હતા

નિર્દોષ જીવન આ રીતે કેમિકલ યુક્ત પાણી ભળવાથી મોત થવાની ઘટના બનતા જીવ દયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW