HomeGujarat"ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા" સીઝન પૂરી થવા આવી ને ફૂડ વિભાગ...

“ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા” સીઝન પૂરી થવા આવી ને ફૂડ વિભાગ મસાલા સેન્ટરમાં સેમ્પલ માટે દોડ્યું

ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝ

મોરબી શહેરમાં છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી અલગ અલગ વિસ્તારમાં મસાલા માર્કેટ ભરાઈ છે અને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વિના આડેધડ ખુલ્લામાં મરચા અને અન્ય મસાલાનું આડેધડ વેચાણ થઇ રહ્યું છે અગાઉ આ બાબતે ફૂડ વિભાગ સુધી ફરિયાદ પહોચી હતી અને રીતે ભેળસેળ યુક્ત મસાલાનું વેચાણ થતા હોવાની આશંકા વ્યક્ત કરી હતી જોકે ફૂડ વિભાગ જાણે ઊંઘમાં હોય તેમ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જોકે હવે આ સીઝન પૂરી થવામાં હોય ત્યારે ખાના પુરતી કરવા ફૂડ વિભાગના સેફટી ઇન્સ્પેકટર એમ.એમ છત્રોલા અને સી કે નીમાવત દ્વારા અલગ અલગ વિસ્તારમાં સેમ્પ્લ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મોરબીમાં આજે ફૂડ વિભાગ દ્વારા (૧) જલારામ મસાલા ભંડાર & માર્કેટ, મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ (૨) ઝરમર મરચા & ફ્લોર મીલ, કાનાભાઈ દાબેલીની બાજુનો વંડો, ડાયમંડ બેકરીની સામે આવેલ (૩) વિકાસ મસાલા, (૪) જય ખેતલીયા મસાલા, (૫) આકાશ મસાલા (૬) ક્રિષ્ના મસાલા, (૭) કિંગ મસાલા, રવાપર ચોકડી પર આવેલ (૮) શિવ શકિત મસાલા હાઉસ, ઉમીયા સર્કલ કેનાલ રોડ, ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં આવેલ (૯) રાજકોટ મસાલા માર્કેટ, શનાળા રોડ શકિતમાના મંદિર પાસે આવેલ (૧૦) ફેમસ મરચા સેન્ટર, રાજકોટ હાઈવે, શનાળા રોડ ઉપર આવેલ (૧૧) ખોડલ મસાલા ભંડાર, સમય ગેટની પાસે, શનાળા રોડ પર આવેલ (૧૨) માફક મસાલા, (૧૩) ઝમઝમ મસાલા, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ પર આવેલ (૧૪) માહિરા મરચા સેન્ટર, (૧૫) જય મલાર મરચા સેન્ટર, (૧૬) ખોડીયાર કૂપા મરચા સેન્ટર, (૧૭) ન્યુ ગોંડલ મસાલા ભંડાર એમ કુલ ૧૭ મસાલા દળતી ખડીઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરવામાં આવેલ છે,

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ફૂડ વિભાગ દ્વારા અગાઉ પણ અલગ અલગ વિસ્તારમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના ટેસ્ટીંગ માટે વડોદરા ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જોકે તેમાંથી કેટલા સેમ્પલ પાસ થયા કે ફેલ થયા તે માહિતી સામે આવી નથી આ ઉપરાંત જે સેમ્પલ ફેલ થયા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી કે નહી અને કાર્યવાહી કરી તો કેવા પ્રકારની કાર્યવાહી કરી તે પણ હજુ સામે આવ્યું નથી તો શું હાલ જે પ્રકારે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી છે તે દેખાવ પુરતી જ છે ? કે શું તે પણ સવાલ ઉત્પન્ન થઇ રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW