ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપીઓને શોધી રહેલી UP STF ટીમને મોટી સફળતા મળી છે. UP STF એ આ કેસના આરોપી અતીક અહેમદના પુત્ર અસદ અને રૂ. 5 લાખનું ઈનામી શૂટર ગુલામનું ગત રાત્રે થયેલ પોલીસ અને આરોપી વચ્ચે સર્જાયેલ અથડામણ દરમિયાન પોલીસે કરેલી જ્વાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. યુપી એસટીએફ દ્વારા ઝાંસીમાં અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ સાથે એન્કાઉન્ટર થયું હતું. પોલીસે જાહેરાત કરી છે કે અતીક અહેમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
પોલીસે આ અંગે આ માહિતી આપી હતી કે અતીક અહેમદનો પુત્ર અસદ અને મકસુદનનો પુત્ર ગુલામ પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા, બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસ તેમને શોધી રહી હતી. આ દરમિયાન ઝાંસીમાં ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યુપીએસટીએફ ટીમ સાથેની અથડામણમાં બંને માર્યા ગયા હતા. તેમની પાસેથી વિદેશી બનાવટના અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે

