Sunday, July 7, 2024
HomeNationalપંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4 જવાનોનાં મોત : કેન્ટમાંથી ગાયબ રાઇફલનો...

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4 જવાનોનાં મોત : કેન્ટમાંથી ગાયબ રાઇફલનો ઉપયોગ થયો હોવાની શક્યતા

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર બુધવારે સવારે ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર જવાનોનાં મોત થયાં છે. મિલિટરી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે ફાયરિંગ સવારે 4.35 વાગ્યે થયું હતું. માર્યા ગયેલાઓમાં 4 ફૌજી જવાન છે. આ ફાયરિંગ એ આતંકી હુમલો નથી પણ અંદરો અંદર થયેલું ફાયરિંગ છે. બે દિવસ પહેલાં કેન્ટમાંથી એક રાઇફલ અને 28 કારતૂસ ગાયબ થઈ ગયા હતા. તેની તપાસ ચાલતી હતી ત્યારે આ ઘટના બની છે. આ ઘટનામાં એક શકમંદની અટકાયત કરવામાં આવી છે.

ફાયરિંગ મિલિટરી સ્ટેશનના ઓફિસર્સ મેસમાં થયું હતું અને ફાયરિંગ કરનારી વ્યક્તિ સાદા કપડામાં હતી. ભટિંડાના SSPએ આ હુમલો આતંકવાદી ઘટના હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ સૈનિકોનો અંદરોઅંદર ગોળીબાર હોઈ શકે છે. તેવા અહેવાલો સામે આવી રહ્યા છે

બે દિવસ પહેલાં એક રાઈફલ અને 28 ગોળી ગુમ થઈ ગઈ હતી. આ ઘટના પાછળ સેનામાંથી કોઈ હોઈ શકે છે. તેવી માહિતી પણ પંજાબ પોલીસનાં સૂત્રો પાસેથી મળી રહી છે

ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર બુધવારે સવારે શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. સૈનિકોએ તપાસ શરૂ કરી. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિએ સૈનિક પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનારી વ્યક્તિ સફેદ કપડાંમાં હતી.ભટિંડા કેન્ટોન્મેન્ટ એશિયાની સૌથી મોટી લશ્કરી છાવણી છે. આ મિલિટરી સ્ટેશનની બાઉન્ડરી લગભગ 45 કિલોમીટર છે. અહીંનો દારૂગોળો ડેપો દેશના સૌથી મોટા ડેપોમાંનો એક છે.

કેન્ટની અંદર અને બહાર જવા પર પ્રતિબંધ
લોકોના કેન્ટની અંદર અને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય એજન્સીઓને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ પોલીસના સિનિયર ઓફિસર પણ કેન્ટમાં પહોંચી રહ્યા છે. ભઠિંડા કેન્ટ એશિયાની સૌથી મોટી સૈનિક છાવણી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW