દેશમાં દિન પ્રતિદિન ઓન લાઈન ફ્રોડનું પ્રમાણ વધી રહ્યા છે. શાતીરભેજા બાજ યુક્તિ પ્રયુક્તિ કરી અભણ હોય કે ભણેલા તમામને સાયબર ક્રાઈમના શિકાર બનાવી રહ્યા છે ઓનલાઈન ફ્રોડમાં સૌથી સોફ્ટ ટાર્ગેટ સીનીયર સીટીઝન હોય છે ટેકનોલોજીના ઓછા જાણકાર વૃધ્ધોને આ ભેજાબાજો ઓછી મહેનતથી પોતાની પ્રોફેસનલ લોકોની માફક વાતો કરી ફસાવી બેંક,ક્રેડીટ કાર્ડ લોન કે અન્ય તિકડમ કરીને વધુ ભોગ બનતા હોય જેથી સરકારની સુચના મુજબ ગુજરાત રાજ્યના પોલીસવડા દ્વારા ગુજરાત રાજ્યના સીનીયર સીટીઝન સાયબર ક્રાઈમનો ભોગ ના બને તે માટે જાગૃતિ લાવવા તા. ૧૧ એપ્રિલથી તા. ૨૨ એપ્રિલ દરમિયાન વિશેષ સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે
જેમાં જીલ્લા પોલીસવડા કચેરી ખાતે સીનીયર સીટીઝન સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન અંતર્ગત શી ટીમની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૧ થી ૨૨ એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન જીલ્લામાં રહેતા સીનીયર સિટીઝનોની શી ટીમના સભ્યો રૂબરૂ મુલાકાત કરીને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે મોબાઈલ ડેટા સેફટી, સોશ્યલ મીડિયા, ઓનલાઈન શોપિંગ, ઓટીપી, અનનોન લીંક દ્વારા થતા સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી જાગૃત કરવા જણાવ્યું હતું
આમ સીનીયર સીટીઝનને જીવનમાં પડતી મુશ્કેલીઓ દુર કરવાની કામગીરી કરવા, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમની મુલાકાત કરી યથાયોગ્ય મદદ અને સહકાર આપવા શી ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સીનીયર સીટીઝન સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે

