HomeGujaratમોરબીના રોહીદાસ વિસ્તારમાં સ્કીલ ડેવલોપર્સ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવા માંગ

મોરબીના રોહીદાસ વિસ્તારમાં સ્કીલ ડેવલોપર્સ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવા માંગ

મોરબી નગરપાલિકાના વોર્ડ 2 વિસ્તારમાં આવતા રોહીદાસ પરા અને આસપાસના અનુસુચિત જાતીના લોકોનો મોટા પાયે વસવાટ હોય છે જોકે વિસ્તારમાં વર્ષોથી અનેક સુવિધાઓનો અભાવ છે આ વિસ્તારમાં ભૂગર્ભ લાઈન તૂટેલ છે તો સીસી રોડ કેટલાક વિસ્તાર બન્યા હતા તે તૂટી ગયા છે તો કેટલાક સ્થળો એ બીલકુલ ઉપલબ્ધ નથી અહી પાલિકા દ્વારા રાગ દ્વેષ રાખી આ વિસ્તારમાં યોગ્ય ગ્રાન્ટ ફાળવી પ્રાથમિક જરૂરિયાતના કામ પણ કામ ન થયા હોય જેથી તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવવા માંગ કરી છે આ ઉપરાંત આ વિસ્તારમાં અનુ સૂચિત જાતિના ખુબ મોટી સંખ્યામાં પરિવાર રહેતા હોય જેમના સામાજિક પ્રસંગ તેમજ અન્ય કોઈ પ્રસંગ માટે કમ્યુનીટી હોલ ઉપલબ્ધ નથી જેથી તાત્કાલિક અસરથી સ્કીલ ડેવલોપર્સ યોજના હેઠળ રૂ 10 લાખ મંજુર કરી રાજાશાહી સમયના કમ્પાઉન્ડ હોલ સ્કીલ ડેવલોપર્સ યોજના હેઠળ સમાવવા માંગણી કરી છે
આ મુદે સ્થાનિક લોકોએ સાંસદ વિનોદ ચાવડાને લેખિત રજૂઆત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW