મોરબીના રફાળેશ્વર નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જીજે 36 ફ્લેક્સો પ્રિન્ટીંગ નામની ફેક્ટરીના ભાગીદાર દીપક ગણેશ ભાઈ પાંચોટિયા પાસેથી ગત જૂન 2022માં સુરતના નિમિષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરે પેપર મીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પ્રથમ ક્રાફટ પેપર ખરીદી નિયમીત નાણા ચુકવી વિશ્વાસુ બની ગયા હતા જોકે નિમિષભાઈએ ફોનથી ઓર્ડર આપ્યો હતો જેમાં નિહારીકા કોરૂ ગેટેડ પેકેજીંગ,સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત, કે.કે.પેકેજીંગ વાપીના નામે અલગ અલગ સમયે ક્રાફટ પેપરની કુલ 36 ગાડી જેની અંદાજીત કિમત રૂ1,31,78,077 થાય છે તે અમારે ત્યાંથી મંગાવી અમુક ગાડી જે તે પેપર પેકેજીંગમાં અને અમુક અન્ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારી લીધા હતા જે બાદ માતબર પેપર મિલનું 23 લાખનું પેમેન્ટ આવ્યું હતું જયારે 75.21 લાખ બાકી હતા આ ઉપરાંત નિહારિકા કો રૂ ગેટેડને અલગ અલગ સમયે 1,04,09,077 નો માલ વેચાણ કર્યો હતો જેમાંથી 67.66 લાખનું ચુકવણું થયું હતું જયારે 36.48 લાખ ચૂકવવાના બાકી હતા આ ઉપરાંત કે કે પેકેજીંગના 19.47 લાખના માલ નું વેચાણ કર્યું હતું જોકે તેમાંથી એક પણ રકમની ચુકવણી થઈ ન હતી જેથી દીપકભાઈએ દલાલીનું કામ કરતા નિમિશ ભાઈને ફોન કરી ઉઘરાણી કરતા જે તે સમયે દિવાળી બાદ બાકીની રકમ ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું જોકે દિવાળી બાદ ઉઘરાણી કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જે બાદ તેઓએ નિહારીક પેપરમિલ અને કે કે પેકેજીંગમાં તપાસ કરતા તેઓએ આ માલ ન મળ્યા હોવાનું અને નિમિશભાઈ હિસાબમાં ગોટાળા કરી ને જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું ,
દીપકભાઈને તેમની સાથે આટલી મોટી રકમની છેતરપીંડી થઇ હોવાનું જાણ થતા તેઓએ નૈમિષભાઈ ઠકકર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોધાવી હતી

