મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એન્ટીક સિરામિક સામે આવેલ પીજીવીસીએલના પાવર હાઉસમાં નોકરી કરતા મનીષભાઈ થોભણભાઈ મોરીએ તેનો મોબાઈલ ચાર્જીંગ પર મૂક્યો હતો દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ અંદર પ્રવેશી ગયો હતો અને ચાર્જીંગમાં મુકેલ મોબાઈલની ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.પી વસિયાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

