HomeGujaratમોરબીમાં દુકાન સામે પાર્ક કરવા મુદ્દે બે મહિલા જાહેરમાં બાખડી

મોરબીમાં દુકાન સામે પાર્ક કરવા મુદ્દે બે મહિલા જાહેરમાં બાખડી

મોરબીના વર્ધમાન રેસીડેન્સી માં રહેતા અને રામ ચોક વિસ્તાર નજીક આવેલ સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતાં શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા નામની મહિલા તેની ઓફિસ પોતાનું સ્કૂટર પાર્ક.પાર્કિગમાં બાઈક પાર્ક કરતા હતા તે વખતે કોમ્પ્લેક્સમાં નીચે ભવાની ખમણ વાળી દુકાન માંથી સ્મીતાબેન સ્વાતિબેન પાસે આવીને જણાવેલ કે આ તમારૂ વાહન આ જગ્યા પર પાર્ક કરવુ નહિ મારે અહિંયા મારા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા છે જેથી આ બાબતે મહિલાએ ના પાડતા આ કામના આરોપી સ્મિતાબેન નાઓ આવેશમાં આવી જઈ પોતાના હાથમાં રહેલ પોતાના ધંધા ખમણ કાપવાની નાની પટ્ટી વાળી લાકડાના હાથા વાળી છરી લઈ આવી મારી સાથે મારા મારી કરી મને માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગી હતી આ દરમિયાન બીજા આરોપી નવનીતભાઈ તથા કરણભાઈ તથા ધૃવભાઈ નાઓ એમ ત્રણેય જણાએ મને પકડી રાખી માર માર્યો હતો અને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હોવાની સ્વાતિબેને એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયદ નોંધાવી હતી.સામે પક્ષે સ્મિતાબેન વા ઓ નવિનભાઈ બાબુલાલ રૂપારેલીયાએ શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા પિયુષભાઈ જયંતીભાઈ અઘેરા અભયભાઈ તેમજ સૌરવભાઈ વિરૂધ્ધધ એ ડિવિઝન ફરિયાદ નોધાવી હતી જે મુજબ આરોપી સ્વાતિબેન પોતાનુ ટુ વ્હીલર લઇ આવી રિધ્ધીસિધ્ધી કોમ્પ્લેક્સની નીચે પાર્ક કરતા તેમને વાહન પાર્ક કરવાની નાં પડતા આરોપી સ્વાતીબેન નાઓ આવેશમાં આવી જઈ ફરી. સાથે મારા મારી કરી ફરીના માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને આરોપી પિયુષભાઈ તથા અભયભાઈ તથા ન સૌરવભાઈ નાઓ એમ ત્રણેય જણાએ ફરી.ને પકડી રાખી આરોપી મહિલાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હતી બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સામ સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW