HomeGujaratમોરબીમાં વેપારીઓ પાસેથી સિમેન્ટ,લોખડનો માલ ખરીદીને કરોડોનું ફુલેકુ ફેરવી પેઢીના સંચાલકો ફરાર

મોરબીમાં વેપારીઓ પાસેથી સિમેન્ટ,લોખડનો માલ ખરીદીને કરોડોનું ફુલેકુ ફેરવી પેઢીના સંચાલકો ફરાર

ઇન્ડિયા એક્ઝેટ ન્યુઝ:તા.04

મોરબીના જેતપર રોડ ઉપર આવેલી એક ખાનગી પેઢી કરોડનું ફુલેકુ ફેરવીને ઉઠામણા કરી લીધા હોવાની  ખાનગી ટ્રેડિંગ કંપની ના વેપારીઓ પાસેથી લોખંડ, સિમેન્ટ સહિતનો અલગ અલગ સમાન ખરીદીને પેમેન્ટના નામે આપેલા તમામ ચેકો બાઉન્સ થયા બાદ આ પેઢીએ જતા પેઢીને તાળા લાગેલા જોવા મળતા વેપારીઓને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આથી વેપારીઓ આ ટ્રેડિંગ કંપની સામે કરોડોની છેતરપીંડીની તાલુકા પોલીસને લેખિતમાં અરજી આપવામાં છેઆવી છે જોકે હજુ સુધી આ અંગે કોઈ ફરીયાદ પોલીસ મથકમાં એફઆઇ આર નોંધાઈ નથી

મોરબીના 35 જેટલા અલગ વસ્તુઓના વેપાર કરતા વેપારીઓએ તાલુકા પોલીસને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, મોરબીના જેતપર રોડ ઉપર પીપળીના નાલા પાસે   આવેલ એક  ટ્રેડિંગ કંપની વેપારી પેઢી વેપારીઓને કરોડોનો ચુનો લગાવીને ઉઠી ગઈ છે. જેમાં  આ ટ્રેડિંગ કંપની નામની વેપારી પેઢીના માલિકે મોરબીના 35 જેટલા વેપારીઓ પાસેથી અલગ અલગ માલની ખરીદી કરી હતી. જેમાં કોઈ પાસે કિંમતી લોખડ,સિમેન્ટ સહિતનો મોટો જથ્થો ખરીદ કર્યો હતો. જો કે આ વેપારી પેઢી નજીકમાં આવેલી હોય અને લે વેચનું કામ કરતી હોય એટલે વેપારીઓ વિશ્વાસમાં આવીને માલ મોકલી દીધો હતો. એના બદલામાં પેમેન્ટ રૂપે આ  ટ્રેડિંગ કંપની નામની વેપારી પેઢીના માલિક  35 વેપારીઓને ચેકો આપ્યા હતા પણ વેપારીઓ જે બેકમાં ચેક જમા કરાવતા જ તમામ ચેકો બાઉન્સ થયા હતા કારણ કે આ ટ્રેડિંગ કંપનીના બૅંક ખાતામાં માત્ર 20 રૂપિયા જ જમા હતા આથી વેપારીઓ તેમની પેઢીએ ગયા હતા પણ ત્યાં પેઢીના તાળા લાગી જતા આ પેઢીના ઉઠામણા થઈ ગયાનું માલુમ પડ્યું હતું. હાલ તો આ ચીટર પેઢીના માયાજાળમાં 35 વેલરીઓ ફસાયા હોવાનું અને દોઢ કરોડનો ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે પણ જેમ જેમ વેપારી પેઢી ઉઠી ગયાનું બહાર આવતા ભોગ બનનાર વેપારીઓની સંખ્યા પણ વધી ગઈ છે અને છેતરપીંડીનો કરોડોમાં પહોંચે તેવી શકયતા છે.

આ અંગે હજુ સુધી પોલીસ મથકમાં સતાવાર ફરિયાદ નોંધાઇ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW