HomeGujaratમોરબીમાં યુવક પર છરીથી હુમલો કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં યુવક પર છરીથી હુમલો કરનાર શખ્સ ઝડપાયો

ઉતર પ્રદેશનાં હરડોઈ જિલ્લાનો વતની રમેશ કુમાર યોગી નામનો યુવક મજૂરી કામ માટે મોરબી આવ્યો  હતો જોકે હાલ તેને કોઈ કામ ન મળતા મોરબીના વિશી ફાટક પાસે આવેલ નાસ્તાની લારી પાસે લારીવાળા પાસે કશું ખાવાનુ આપવા માગણી કરી હતી આ દરમિયાન એક અજાણ્યા શખ્સ દ્વારા તેના પર છરી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.આ યુવક પર હુમલો કોણે કર્યો તે અંગે. કોઈને જાણ ન હોવાથી યુવક દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે મોરબી એલસીબી ની ટીમે હુમલો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જેમાં પ્રથમ લારી ધારકોને પૂછપરછ કરી હતી તેમજ ટેકનિકલ સેરવેલન્સ ની મદદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરતાં આ ઘટનામાં સંડોવાયેલ શખ્સ પાડા પુલ નીચેના ઝૂપડામાં રહેતા હતા અને હાલ જામનગરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી પીઆઇ અને તેની ટીમે રાજુ સુરેશભાઈ સોલંકીને ઝડપી લીધો હતો અને તેના વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW