HomeGujaratમોરબીમાં ત્રણ મહિનામાં રેકોર્ડ બ્રેક 7505 દસ્તાવેજ નોધાયા

મોરબીમાં ત્રણ મહિનામાં રેકોર્ડ બ્રેક 7505 દસ્તાવેજ નોધાયા

રાજ્ય સરકાર દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે લેવામાં આવતી જંત્રી ભાવ વધારો કરવામાં આવ્યો હતો.અને તેના કારણે ભારે વિરોધ ઉઠ્યો હતો સાથે સાથે દસ્તાવેજ નોધણી કામગીરી પણ અટકી ગઈ હતી જોકે સરકાર દ્વારા નવી જંત્રી ફી લાગુ કરવા માટે મુદત વધારો આપતા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ધડાધડ દસ્તાવેજ નોંધણી થવા લાગી છે. દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન બુકિંગનાં સ્લોટ ફટાફટ બુક થઈ ગયા હતા કામગીરી વધુ હોવાથી હળવદ સબ રજિસ્ટ્રાર કચેરીની પણ સિસ્ટમ મૂકવામાં આવી હતી જોકે તે પણ ગણતરીની કલાકમાં ફૂલ થઇ ગઇ હતી.મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ મહિનામાં 1800થી2000 જેટલા દસ્તાવેજ નોંધણી થતાં હતા તે 3500નો આંકડો પાર કરી ગયો હતો. 2023ના વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 7505 દસ્તાવેજ નોંધાયા હતા અને તેનાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની રૂ 27,26,65,246ની માતબર રકમની જંત્રી રૂપે આવક થઈ હતી તો 42,05 83,21 રકમની નોધણી ફી મળી હતી. આ ત્મારણ મહિના માં સૌથી વધુ માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક 3738 જેટલા દસ્તાવેજ નોંધણી થઈ હતી જે ગઈ કરતા બમણી થઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં મિલકત ખરીદ વેચાણ માટે થતી નોધણી માં ભરવા પાત્ર જંત્રીના ભાવમાં બમણો વધારો ઝીંકી દીધો હતો જેના પગલે રેવન્યુ વકીલ અને બિલ્ડર્સ લોબીમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.અને રાજયભરમાં તાત્કાલિક અસરથી થયેલા ભાવ વધારો લાગુ કરવાના બદલે થોડો સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી જે બસ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ 31માર્ચ સુધી બાદમાં 15 એપ્રિલ સુધી ભાવ વધારો મુલતવી રાખી જુના જંત્રી ભાવ મુજબ દસ્તાવેજ નોંધણી માન્ય રાખી હતી આં ભાવ વધારો લાગુ કરવા સમય મળી જતા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ધડાધડ દસ્તાવેજ નોંધણી થવા લાગી હતી. મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં માર્ચ મહિનામાં 3738 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી.જેનાથી સરકારને 15,13,53,630ની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ હતી સાથે સાથે 2,37,19,200 ની નોધણી ફી ની આવક મળી હતી.

 ગત મહિનામાં અચાનક થયેલા જંત્રી ભાવ વધારાં લાગુ થવાના કારણે ફેબ્રુઆરી મહિનામાં દસ્તાવેજ ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 1821 દસ્તાવેજ ની જ નોંધણી થઈ હતી.અનેરૂ 6,13,72,762ની આવક થઈ હતી. જયારે નોધણી ફી 89,25,390 થઈ હતી જાન્યુઆરી મહિનામાં 1946 દસ્તાવેજ નોંધણી થઈ હતી જેની સામે 5,99,38,854ની આવક થઈ હતી. અને 23719200ની નોધણી ફી ની આવક થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW