Thursday, July 4, 2024
HomeGujaratહળવદના ચાડધ્રાંમાં SMC નાં દરોડા બાદ 30 આરોપીની ઘરપકડ,રૂ.7.61 કરોડનો મુદ્દામાલ જપ્ત

હળવદના ચાડધ્રાંમાં SMC નાં દરોડા બાદ 30 આરોપીની ઘરપકડ,રૂ.7.61 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું દૂષણ મોટા પાયે વધી રહ્યું છે ખાસ કરીને હળવદ ની બ્રાહ્મણી નદી અને વાકાંનેરનાં મચ્છુ નદીના પટ્ટ માંથી ખનીજ માફિયા કરોડોની કિંમતની રેતી પત્થર અને માટીનું ખોદકામ કરી આડેધડ માલની ચોરી કરી રહ્યા છે સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કાર્યવાહીના નામે માત્ર એકલ દોકલ કામગિરિ કરે છે તો સ્થાનિક મામતદાર કચેરી અને પોલીસની તો જાણે મીઠી નજર હોય તેમ કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચતા શનિવારે મોડી રાત્રે સ્ટેટ મોનીરીંગ સેલનાં અચાનક દરોડા પાડયા હતા સામાન્ય રીતે ખનીજ વિભાગના વાહનો પર વોટ્સે એપ થી માહિતી રાખતા ખનીજ માફિયાઓને smc ની ટીમ છેક ખનીજ ચોરીની ઘટના સુધી પહોંચી ગઈ હોવા છતાં જાણ થઈ શકી ન હતી જેના કારણે આવા તત્વોને બચવાનો મોકો મળી શક્યો ન હતો. અને ચાડદ્રા ગામમાંથી મોટા પાયે ખનીજ ચોરીનું નેટવર્ક પકડાયું હતું.એસ આર પી ની કંપનીને સાથે રાખીને પાડવામાં આવેલ દરોડામાં સ્થળ પરથી 48 લાખની કિંમતના 12 હિટાચી મશીન,30કરોડ 90 લાખની કિંમતનાં 13 ડમપર,05 લાખની કિંમતના2 ટ્રક, એક લોડર, એક ટ્રેકટર ટ્રોલી,7 બાઈક, 33 મોબાઇલ ફોન તેમજ 2.79 કરોડની કિંમતની 82,130 ટન રેતી સહિત રૂ.7.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW