મોરબી શહેરના અલગ અલગ વિસ્તાર અને કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં રામ નવમી પર્વ નિમિતે ઉપવાસીઓ દ્વારા શ્રીજી બ્રાંડના શિંગોડાના લોટમાંથી પૂરી બનાવી ફરાળ કર્યો હતો જોકે આ ફરાળ કર્યાના ગણતરીની કલાકોમાં ઘણા પરિવારને ફૂડ પોઈઝનીંગની અસર થઇ ગઈ હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ થતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મિતેશ છત્રોલા અને ટીમ તપાસ હાથ ધરી હતી અને મોરબીમાં આવેલ શ્રીજી બ્રાંડના લોટનું વેચાણ કરતા અક્ષર એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી

અને શ્રીજી લોટના 500 ગ્રામના પેકેટના નમુના લઇ સેમ્પલ અર્થે વડોદરા ખાતેની ફૂડ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે આગામી દિવસમાં આ સેમ્પલનું પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી.


