મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ચાર રસ્તાથી માળિયા ફાટક તરફ જતા રસ્તા પર સમર્પણ હોસ્પિટલ સામે જીજે 10 એક્સ ૯૬૯૮ નંબરની રીક્ષા લઈને ઘૂટું ગામના વતની રાજુભાઈ સવસીભાઇ દેલવાણીયા જતા હતા તે દરમિયાન પાછળથી જીજે 3 બી એક્સ ૬૦૨૯ નંબરના ટ્રક દ્વારા પાછળથી ઠોકર મારવામાં આવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ફરીયાદી રાજુભાઈના કૌટુંબિક ભાઈ રૂખડ ઉમર વર્ષ 13 વાળાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે સગીરને મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી તો આ ઘટનામાંરાજુભાઈને પણ ઈજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

