મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસ ઉચકાય રહ્યા છે.છેલ્લા 10 દિવસ દરમિયાન જિલ્લામાં કેસની સંખ્યા ખુબ ઝડપથી વધી છે મંગળવારે પણ 23 જેટલા નવા કેસ નોધાય હતા આ 23 નવા કેસમાં મોરબી તાલુકા વિસ્તારમાં 11 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોધાયા હતા. આ ઉપરાંત ટંકારાના 2 અને માળિયાના 2 કેસ નોધાયા હતા તો વાંકાનેરમાં એક કેસ નોધાયો હતો. નવા કેસ સમે એક પણ દર્દી ડીસ્ચાર્જ થયા ન હોવાથી એક્ટીવ કેસની સંખ્યા 143 પર પહોચી છે, જિલ્લામાં મંગળવારે 1060 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 23 દર્દી પોઝીટીવ નોધાયા છે બીજી તરફ જીલ્લામાં કોરોનાની પ્રથમ લ્હેરથી આજ સુધીમાં 605772 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 11487 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા જે પૈકી 10994 સ્વસ્થ થયા હતા જયારે સતાવાર રીતે 96 લોકોના જ મોત નોધાયા છે

