મોરબી શહેરની નજીક થી પસાર થતા નેશનલ હાઈવે પર વાહન અકસમાંતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે કેટલાક અકસ્માત એટલા જોખમી હોય છે કે તેમાં વાહન ચાલક અથવા તેમની સાથેના લોકોના મોત થતા હોય છે તો કેટલાક કીસ્સામાં નસીબ દાર લોકોનો જીવ બચી જતો હોય છે પણ ગંભીર રીતે ઈજા પણ થતી હોય છે

અકસ્માતના આ હાઇવે પર કુબેર ચોકડી પાસે આવેલ ડીવાઈડર પર એક અકસ્માતની ઘટના બની હતી જ જેમાં એક બે નહી પણ ૬ જેટલા નાના મોટા વાહનો એક બીજા સાથે અથડાઈ ગયા હતા અકસ્માતમાં એક બાઈક, 2 કાર અને ટ્રક સહિતના વાહનો અથડાઈ ગયા હતા ઘટનામાં બાઈક સવાર મુકેશભાઈ રૈયાભાઈને ઈજા પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્ય હતા તો સફેદ રંગની વેગેનાર કાર ડીવાઈડર સાથે અથડાઈ અંદર ઘુસી જતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.

