મોરબી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે સોમવારે વધુ 27 લોકો ક્રોરોના પોઝિટિવ આવ્યા હતા.જેના સૌથી વધુ મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં 20 કેસ સામે આવ્યા છે.આ સિવાય મોરબી શહેરના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ ઉપરાંત ટંકારા ગ્રામ્યના2 અને મળીયા મિયાણા તાલુકાના 2 દર્દી પોઝિટિવ નોંધાયા છે. વકાનર અને હળવદમાં સોમવારે એક પણ નવો કેસ નોંધાયો ન હતો. બીજી બાજુ આગાઉ પોઝિટિવ આવેલ દર્દી પૈકી ટંકારા તાલુકાના 1 દરદીને ડિસ્ચારજ કરવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 120 પર પહોચી ગયો હતો. સોમવારે જિલ્લામાં કુલ 1035દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 27 દર્દી પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના ની સક્રિયતા અને સંખ્યા તેજ ગતિએ આગળ વધી રહી છે જેના કારણે આવતા દિવસોમાં કેસમાં હજુ ઉછાળો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક લગાવવા,સોશ્યલ ડિસ્ટન્સ રાંખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

