ટંકારા તાલુકાના વિરવાવ ગામમાં આવેલ સોલાર પ્લાન્ટમાં હતા અને રૂપિયા 27લાખ30 હજારની કિંમતના 55 સોલાર પેનલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટનાં ઓનેટિક્સ સ્ટ્રેકચેર પ્રા.લી માં નોકરી કરતા ખીલન હરેશભાઈ સાવલિયા ની કંપની ફર્ટ એનર્જી શ્રી પ્રા.લિ.નું સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશનનું કામ ટંકારાના વીરવાવ ગામે અલગ અલગ અઢાર સરવેની 82 એકરની જમીન પર કરી રહી છે, બે મહિના પૂર્વે તેમની કંપનીએ હૈદરાબાદમાં આવેલી પ્રીમિયર કંપનીની પચાસ હજાર ચાલીસ નંગ સોલાર પેનલ મગાવી હતી. ગત તા.15ના સાથી એન્જિનિયર ભાવિને ફોનથી જાણ કરી હતી કે, તા.14ના વીરવાવ પ્લાન્ટમાં રાખેલ રૂ.27,30,728 કિંમતની 155 પેનલ જોવા મળતી નથી, જેથી ખીલનભાઈએ સ્થળ પર જઇ તપાસ કરતાં ત્યાંથી ચોરી થયાની જાણ થઇ હતી.જેથી તેમણે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

