HomeGujaratપાલિકાના પાપે સંભારવાડી વિસ્તારની મહિલાઓ પીવાના પાણી માટે કુવા સુધી ધક્કા...

પાલિકાના પાપે સંભારવાડી વિસ્તારની મહિલાઓ પીવાના પાણી માટે કુવા સુધી ધક્કા ખાવા મજબુર

મોરબીના વોર્ડ૧૨માં આવતા છેવાડાના વાડી વિસ્તાર છે જ્યાં ૭૦૦થી વધુ લોકોની વસ્તી તેમજ ૫૦૦ જેટલા પાલતુ પશુઓના પીવાના પાણી માટે મહિલાઓ ખેતરમાં આવેલ કૂવાના પાણી ભરવા મજબુર બની છે


આ વિસ્તારમાં મહિલા વહેલી સવારથી કૂવાના પાણી ભરે છે અને બાદમાં પોતાના ઘરના અન્ય કામ કરે છે કારણ કે તમામ કામગીરી માટે પાણી પહેલી જરૂરિયાત હોય આં કારણે મહિલા નો મોટા ભાગનો સમય પાણી ભરવામાં જ પસાર થઈ ગયા છે.
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે પાણીની માંગ વધી ચૂકી છે. અને તેના કારણે પાણીની પારાયણ પણ શરૂ થઈ ચૂકી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર નલસે જલ યોજનાનો અમલ ખૂબ ઝડપથી થતો હોય અને મોટા ભાગના વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો કરે છે પરંતુ આ દાવો કેટલો સાચો છે તે ગ્રાઉન્ડ પર તપાસ કરવામાં આવે ત્યારે જ સામે આવી શકે છે. કેટલાય વિસ્તાર એવા છે જ્યાં પાણીના નલ તો લાગી ગયા પણ પાણી હજુ અનિયમિત આવે છે કેટલાક વિસ્તારમાં આવતું નથી

સંભાર વાડી વિસ્તાર પાલિકાનો છેવાડાના વિસ્તાર હોય જેયા પાલિકા પીવાના પાણી પહોંચાડવામાં ઉણી ઉતરી હોય તેમ આ વિસ્તારમાં હજુ પાણી પહોચી શક્યું નથી.મહિલા પીવાના પાણી માટે કૂવા સુધી જવા મજબૂર છે. મહિલાઓ સફાઈ,કપડાં અને અન્ય રોજિંદી કામગીરી માટે વપરાશના પાણી પણ કૂવામાંથી ભરવા જવું પડે છે. મહિલાઓ આક્ષેપ કરી રહી છે કે ચૂંટણી વખતે તેમના વિસ્તારમાં નેતાઓ આવ્યા હતા અને વચનો આપ્યા હતા જે તે સમયે નલમાં પાણી તો આવ્યા પરંતુ જેવી ચુંટણી પૂરી થઈ પાણી મળવાનું ફરી એકવાર બંધ થઈ ગયું હતું.

જેના કારણે તેઓને વાડી વિસ્તારના આવેલ કૂવાનું પાણી ભરવા જવું પડે છે. કૂવાનું પાણી પીવા લાયક નથી આ પાણી મોળું આવતું હોવા છતાં તેઓને કાયમી કામ કરવા તેમજ તેમના દુધાળા પશુઓને પીવાનું પાણી આપવા વધુ પાણીની જરૂરિયાત હોય છે જેના કારણે તેઓનો મોટા ભાગનો સમય પાણી ભરવામાં જ બરબાદ થઈ રહ્યું છે.આ વિસ્તારમાં ૭૦૦થી વધુ લોકોનો વસવાટ હોય જ્યારે ૫૦૦જેટલા પાલતુ પ્રાણીઓ રહેતા હોય અને આટલા લોકો વચ્ચે માત્ર એક જ કૂવો હોય ને તેમાં બધા ને પાણી પીવાનું હોય આ કારણે અહીં મહિલાઓની વહેલી સવારથી પાણી ભરવા પહોચી જતી હોય છે.આ વાડી વિસ્તાર પાલિકા દ્વારા વેહલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરે તેવી માગણી કરી છે.

મોરબી નગરપાલિકા કે સરકાર વિકાસ કામના ભલે દાવા કરતું હોય પણ અમારા વિસ્તારમા તંત્ર હજુ સુધી કોઈ સુવિધા આપી શક્યું નથી અહિ પીવાનુ પાણી અમારે કુવાથી ભરવું પડે છે તો રસ્તાની સફાઈ અત્યંત ખરાબ છે ચોમાસાના અહીથી ચાલવું મુશ્કેલ થઈ જાય છે તેમ ગણેશભાઈ એ જણાવ્યું હતું

અમે કેટલાય વર્ષોથી આ પાણીની સમસ્યાનો સામનો કરી છીએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી પણ ઉકેલ આવતો નથી એક દિવસ પાણી આવે તો એક સપ્તાહ સુધી પાણી આવતું નથી ઘણીવાર ૧૫-૧૫ દિવસ સુધી પાણી ન આવે જેના કારણે અમારે કૂવાનું પાણી ભરવા જવું પડે આં પાણી મોળું આવતું હોવા છતાં પાણીના અભાવે અમારે તો મોડું પાણી પીવું પડે સાથે સાથે અમારા માલઢોર ને પણ આજ પાણી આપવું પડે છે.તેમ અનસોયબેન નારણભાઇએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW