રાજ્યમાં ફરી તેજ ગતિએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રાજ્યમાં મહાનગરની સાથે સાથે હવે જિલ્લા સ્તરે પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તાજેતરમાં જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી કોરોનાના કેસ આવ્યા બાદ મોરબી જિલ્લામાં બુધવારે એક સાથે 17 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું હતું. મોરબી જિલ્લામાં ગુરુવારે 90 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં પોઝીટીવ કેસ આવ્યા હતા મોરબી ગ્રામ્યમાં 11 અને શહેરમા 2 મળી કુલ 1૩ કેસ આવ્યા હતા તો માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ૩ કેસ આવ્યા આ ઉપરાંત હળવદમાં 1 કેસ આવ્યા હતા. આજના કેસ મળી જીલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 20 થઇ ચુકી છે તો એક પણ દર્દી આજે ડીસ્ચાર્જ થયા ન હતા . મોરબી જીલ્લામાં કુલ 11361 દર્દી પોઝીટીવ આવ્યા હતા જેમાંથી આજ દિન સુધીમાં 10,991 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા હતા જ્ત્યારે 96 દર્દીના સતાવાર મોત જાહેર કરવામાં આવ્યા હતા

