વાવડી રોડના નાકે આવેલ કપિલા હનુમાન પાસે બસીર યુસુફ શાહમદાર તેમજ તેનો મિત્ર વિપુલ બેઠા હતા તે દરમિયાન બાઈકમાં નવાબ ફતેમહમદ કટીયા બાબ સામતાણી સાજીદ જેડા અને અસરફ સોહિન જેડા આવી ચઢ્યા હતા અને વિપુલને જણાવેલ કે ૬ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા મુદે ઝઘડો કરી માર કેમ માર્યો હતો તેમ કહી વિપુલ પર પાઈપ વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી આ દરમિયાન ફરિયાદિ બસીર તેના મિત્રને બચાવવા જતા આરોપીઓએ તેના પર પણ હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

