મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા એક યુવકે ગત તા ૩ માર્ચના રોજ ઘરની જીજે ૩ કે આર ૬૯૬૦ નંબરનું બુલેટ પાર્ક કર્યું હતું તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી લઇ ગયા હતા શરુઆતમાં ઘરની આસપાસ બાઈકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પતો ન લાગતા અંતે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી પોલીસ બાઈકની ચોરી ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમહતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ બુલેટ બાઈક સાથે ઘૂટું રોડ થી ત્રાજપર તરફ આવતો હોય બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્રાજપર ચોકડી એ શખ્સ આવતા શખસની પુછપરછ કરી હતી જેમાં તેને પોતાનું નામ સંજય પ્રવીણભાઈ પરમાર અને સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં રહેતા હોવાનું જણાવ્યું હતું બાઈકના કાગળ માંગતા તેના વિશે ગોળ ગોળ જવાબ આપતા પોલીસે તની અટકાયત કરી તપાસ કરતા આરોપીએ બુલેટ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરેન્દ્રનગર જીલ્લામાં વાહન ચોરીનો ગુન્હો નોધાયો હતો અને ચોરીની ટેવ વાળા હોવાનું જણાવ્યું હતું

