મોરબી શહેરને એક સમયમાં સૌરાષ્ટ્રનું પેરીસ કહેવામાં આવતું હતું કારણ કે અહી મોરબીના મહારાજા વાઘજી ઠાકોર દ્વારા આ શહેરને ખરેખર પેરીસ કહી શકાય તેવી રીતે વિકસિત કર્યું હતું વાઘજી ઠાકોર બ્રિટન પ્રવાસમાં ગયા હતા તે વખતે તેમણે ત્યાની બેનમુન સ્થાપત્યથી પ્રેરાઈ મોરબીમાં પણ સ્થાપત્ય કલા વિકસાવી હતી પેરીસના વિખ્યાત એફિલ ટાવર જેવો મોરબીમાં ગ્રીન વૂડ ટાવર બનાવ્યો હતો તો લંડનના ટાવર બ્રીજ થી પ્રેરાઈ સસ્પેન્સન બ્રીજ (ઝૂલતો પુલ ) નઝરબાગ, પેલેસ મોરબી રેલ્વે સ્ટેશન, ન્યુ પેલેસ, વાઘ મહેલ (મણી મંદિર) સહિતની અનેક કૃતિઓ વિકસાવી હતી તો શહેરનું નિર્માણ જેતે સમયે આધુનિક કહી શકાય તે પ્રર્કારનું હતું
આઝાદી બાદ મોરબી શહેરનો તો વિકાસ થયો પણ ઐતિહાસીક ધરોહર દિન પ્રતિદિન જર્જરિત થવા લાગી છે.મોરબી ને પેરીસ ની પોતાની ઓળખ માટે નો તંત્ર દ્વારા સાફ સફાઈ અને સુદર રસ્તાઓનું આયોજન કરવું જરૂરી છે. જે માટે નગરપાલિકાથી લઇ ઉચ્ચકક્ષા સુધી ઈચ્છા શક્તિનો અભાવ જણાય છે. મોરબી ના કમ નસીબે મોરબીને એવો કોઈ વિઝનરી અને મોરબીના વિકાસનું વિચાર નાર એક પણ નેતા નથી મળ્યા કે જેને મોરબી ની ઓળખની ચિંતા હોય અને મોરબી માટે સારા કાર્યો કરે અને કરાવે.
સિરામિક અને ધડીયાળ ઉદ્યોગમાં વિશ્વ લેવલે નામ ધરાવતા મોરબીની સ્થાનિક હાલત ખુબજ બદતર છે. નાતો સફાઈ છે, નાતો દરેક વિસ્તાર ને નિયમિત સારું પીવાનું પાણી મળે છે. નાતો સારી ગટર વ્યવસ્થા છે. નાતો સારા રોડ રસ્તા છે. નાતો ટ્રાફિક ની સમસ્યા નો કાયમી ઉકેલ છે. અને તંત્ર માં આવતી કરોડો ની ગ્રાન્ટ નો વ્યવસ્થિત ઉપયોગ કરાવી શકનાર કોઈ આગેવાન કે અધિકારી પણ નથી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ શહેરને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે. ત્યારે મોરબી શહેર પણ ઐતિહાસિક નગર હોય અને જો તેની ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય તો શહેર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. મોરબીની શાન સામન ઝુલતા પુલ તુટવાની ઘટનાની સાથે એક તરફ નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યો તો મોરબી શહેરે પોતાની એક ઓળખ પણ ગુમાવી છે. હવે ફરી આ ઓળખ માટે ઝુલતા પુલને ફરીથી યોગ્ય ડીઝાઇન ટેકનીકલ લોકો ની ટીમ બનાવી સંપૂર્ણ પણે આધુનિક ટેકનોલોજી સાથે નીતિ નિયમ મુજબ રીપેરીંગ કરીને મોરબી ની જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી ઉઠી છે આ ઉપરાંત મોરબી માં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ કે જે મોરબી ના મહારાજા નો શિક્ષણ પ્રત્યે નો પ્રેમ હતો તે બતાવે છે. અને પોતાના રાજ્ય માં સારું ઉચ્ચશિક્ષણ સ્થાનિક લેવલે મળી રહે તે માટે પોતાનો જુનો રાજમહેલ કોલેજ બનાવવા માટે આપેલ હતો . તે બિલ્ડીંગ રીપેર થાય તો તે પણ એક જોવા લાયક સ્થળ માં તેનો સમાવેશ થાય છે. તો આ બિલ્ડીંગ ને પણ સમારકામ કરાવી ને લોકોને જોવા લાયક સ્થળ તરીકે તેને ખુલ્લો મુકવા
મોરબી ની નગર પાલિકા દ્વારા બે વર્ષ પહેલા ના બજેટ માં રીવર ફ્રન્ટ બનાવવા માટેનું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્થાનિક સતાધીસો ને આવા કામ મા બિલકુલ રસ ન હોવાથી આ કામ દિવાસ્વપ્ન સમાન રહ્યું તેની જોગવાઈઓ ફક્ત કાગળ ઉપર જ રહી તો આ કામ ને પણ અગ્રતા આપીને રીવર ફ્રન્ટ પણ બનાવવા સહિતની માંગણી સાથે મોરબીના કોંગી અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.

