HomeGujaratવાંકાનેરના રાજાવડલાથી નેશનલ હાઈવેને જોડતો રોડ બિસ્માર વહેલી તકે રીપેર કરવા માંગ

વાંકાનેરના રાજાવડલાથી નેશનલ હાઈવેને જોડતો રોડ બિસ્માર વહેલી તકે રીપેર કરવા માંગ

વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામ થી નેશનલ હાઇવે સુધીના મંજૂર રોડનું કામ શરૂ કરવા કોંગી અગ્રણીએ માર્ગ મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી છે. વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ થઈ નેશનલ હાઇવેને જોડતા રોડના નવીનીકરણનું કામ મંજૂર કરીદેવાયું છે અને જે કામ કોન્ટ્રાકટર દ્વારા થોડા સમય અગાઉ શરૂ કરી મેટલ તથા પુલીયાઓના કામ પુરા કર્યા બાદ અચાનક જ કામ બંધ કરી દેવામાં આવતા અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમાં આ રોડ રાજાવડલા ગામ અને માર્કેટીંગ યાર્ડને નેશનલ હાઇવે સાથે જોડતો મુખ્ય માર્ગ હોય અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીઝ આવેલી હોય જેથી અધુરા રસ્તાના કામના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ બાબતે અગાઉ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં છ મહિના કરતાં વધુ સમયથી બંધ કામ શરૂ થયેલું ન હોવાથી કંટાળી આખરે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરી નાગરિકોની મુશ્કેલીઓને સમજી બાબતે તાત્કાલિક બંધ થયેલ કામ પુનઃ શરૂ કરવા માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW