HomeGujaratમોરબીમાં બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની તૈયારી તેજ,જિલ્લામાં 82 સ્કૂલના 825 બ્લોક...

મોરબીમાં બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની તૈયારી તેજ,જિલ્લામાં 82 સ્કૂલના 825 બ્લોક ફાળવાયા

14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે હવે પરીક્ષાને 4 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે એક તરફ વિધાર્થીઓ પરીક્ષા લક્ષી જરૂરી તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગે પણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને રિસીપ્ટનું વિતરણ થવા લાગ્યું છે બાળકો તેમને ફાળવવામાં આવેલ પરિક્ષા કેન્દ્ર ની પણ મુલાકાત લઈ રહયા છે.

મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા વિગત મુજબ જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ10માં 13,807 છાત્રો નોંધાયેલ છે જેમાં 7753 વિદ્યાર્થી અને 6054 વિદ્યાર્થિનીઓ છે .ધોરણ 12ની વાત કરીએ ધોરણ12, વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1654 છાત્રો અને સામાન્ય પ્રવાહના 7909 મળી કુલ 9563 ઉમેદવાર નોંધાયેલ છે

પ્રવાહ મુજબ જોઈએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ગ્રુપ A માં 537 અને ગ્રુપ B માં 1117 છાત્રો નોંધાયેલ છે. આ ઉપરાંત એ ગ્રુપના 23 અને બી ગ્રુપના 54 છાત્રો મળી કુલ 77 છાત્રો રીપીટર તરીકે નોંધાયેલ છે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો જિલ્લામાં 6964નિયમિત,265 રીપીટર 48 છાત્રો આઇસોલેટ 495 ખાનગી ઉમેદવાર અને 137 ખાનગી રીપીટર એમ કુલ 7909 છાત્રો નોંધાયેલા છે.

જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાર્થીઓને નજીકનાં સ્થળે અને જરૂરી સુવિધા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્ર ની ફાળવણી કરી છે.મોરબી જિલ્લામાં મોરબી વાકાનેર,ટંકારા અને હળવદ એમ ચાર તાલુકાના 82 બિલ્ડીંગ માં 825 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ મુજબ જોઈએ તો ધોરણ10 માં 46 બિલ્ડિંગ ફાળવાયા છે જેમાં 472 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ12 માં 36 બિલ્ડિંગમાં 353 બ્લોક ફાળવવામાં આવ્યા છે. આ 36 બિલ્ડિંગ પૈકી 8 બિલ્ડિંગ અને 88 બ્લોક ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ માટે બાકીના 28 બિલ્ડિંગ અને 265 બ્લોક સામાન્ય પ્રવાહ માટે ફાળવણી કરાઈ છે.આ તમામ કેન્દ્રમાં સીસીટીવી કેમેરા બેસવાની વ્યવસ્થા તેમજ પરીક્ષા દરમીયાન પરીક્ષાર્થીને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરાઇ છે.તો બોર્ડની પરીક્ષા સુચારુ રૂપે યોજાઇ શકે તે માટે જેટલા બ્લોક સુપરવાઈઝર, બિલ્ડિંગ સુપરવાઈઝરની રિસિવિગ ડીસેપચ કામગીરી માટે તેમજ રિઝર્વ સ્ટાફ મળી કુલ૧૬૦૦થી વધુનો સ્ટાફ આ પરીક્ષા કામગીરીમાં જોડાશે તેમ ઇન્ચા .જિલ્લા શિક્ષાધિકારીની નિલેશ રાણીપાએ જણાવ્યુ હતુ.


મોરબી જિલ્લાની વિવિધ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પેપર સીટ અને અન્ય સાહિત્ય પહોચાડવા અને જમા કરાવવા બોયઝ હાઇસ્કૂલના ઝોનલ કચેરી બનાવાઈ છે અને ધોરણ ૧૦ અને ૧૨ માટે એક એક ઝોનલ અધિકારીની પણ નિમણુક કરવામાં આવી છે.


ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે માટે મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જે મુજબ મોરબી જીલ્લામાં ધોરણ10 અને 12નાં પરીક્ષા કેન્દ્ર આસપાસ 100મીટરના વિસ્તારમાં=14થી 29 માર્ચ સુધી પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવા પર પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર આસપાસ સભા તેમજ સરઘસ નીકળી શકાશે નહિ પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇરીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપી કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW