નાના બાળકોથી લઇ યુવાનો સહીત 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામા અગાઉ પોલીસે 9 આરોપી વિરુદ્ધ ચાર્જ સીટ ફાઈલ કરી હતી જેમાં 10માં આરોપી તરીકે જયસુખ પટેલને નાસતા ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ચાર્જ સીટ ફાઈલ થયા બાદ અચાનક અમુક દિવસ બાદ જયસુખભાઈ સીધા કોર્ટમાં જ સરન્ડર થઇ ગયા હતા જ્યાંથી કોર્ટે પોલીસને કબજો સોપ્યો હતો અને પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. 7 દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જયસુખભાઈને મોરબી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા
આ દુર્ઘટનામાં પોલીસે તપાસ શરુ રાખી હતી અંને આજે મોરબીની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ પુરવણી ચાર્જ સીટ ફાઈલ કરી હતી.હવે ચાર્જસીટ ફાઈલ થતા આગામી દિવસમાં ફરી એકવાર જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને કોર્ટમાં આગળની પ્રકિયા હાથ ધરવામાં આવશે.

હાલ કોર્ટમાં રજુ કરેલી ચાર્જ સીટમાં પોલીસે કોઈ પણ પ્રકારની સતાવાર માહિતી જાહેર કરી નથી જેથી આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય તેના પર સૌ કોઈને નજર છે શું હજુ આ કેસમાં અન્ય આરોપીના નામ જોડાશે ?,પાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે થયેલ કરારથી પાલિકાની જવાબદારી નકકી થશે કે કેમ સહિતના અનેક સવાલના હજુ કોઈ જવાબ મળ્યા નથી ત્યારે આગામી દિવસમાં શું થશે તે જોવાનું રહ્યું .

