મોરબીના તુલસીપાર્કમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા તેના ઘર પાસેની રેતીનો ઢગલો સરખો કરતા હતા તે દરમિયાન ઓમાન અશરફ ધારાણી નામનો શખ્સ બાઈક લઈનેપુર ઝડપે ત્યાંથી નીકળ્યો હતો જેના કારણે રોડ પર ગટરનું પાણી રમેશભાઈને ઉડતા બાઈક ચાલક ઓમાનને રોકી બાઈક ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો જે વાતનો ખાર રાખી ઓમાને રવિવારે સાંજના સમયે દલવાડી સર્કલ પાસે રમેશભાઈ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી જે બાદ રમેશભાઈને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલમાં પ્રથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો,ઘટનાને પગલે દલવાડી સર્કલ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી જે બાદ એ ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.
જે બાદ રાજકોટ હોસ્પિટલમાં નિવેદન પહોચી હતી જ્યાં રમેશભાઈએ ઓમાન ધારાણી અને સલમાન ઉમેદભાઈ ધિરાણી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

