મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામમાં આવેલ નરેશભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ એમપીના ધાર જિલ્લાના વતની બલરામ પુલસિંગ ચૌહાણ નામના 44 વર્ષના યુવકે વાડીમાં અગમ્યકારણસર ઝેરી દવા પી લીધી હતી.જે તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.