HomeGujaratશ્રમીકોની નોધણી ન કરનાર કોન્ટ્રાકટર વિરૂદ્ધ પોલીસ એક્શન મોડ માં, ત્રણ કોન્ટ્રાકટર...

શ્રમીકોની નોધણી ન કરનાર કોન્ટ્રાકટર વિરૂદ્ધ પોલીસ એક્શન મોડ માં, ત્રણ કોન્ટ્રાકટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના આસપાસ આવેલ સિરામિક અને અન્ય નાના મોટી ફેકટરીમાં હજારોની સંખ્યામાં પર પ્રાંતીય મજૂરો કામ કરે છે. જોકે આ મજૂરો માંથી કેટલાક મજૂરો એવા પણ છે જે નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવતા હોય છે.અથવા સિરામિક ફેક્ટરીમાં કોઈ ગુનાહિત કૃત્ય કરી ફરાર થઈ જતાં હોય છે આવી ઘટના બાદ તેના કોઈ નામ સરનામું ન હોય તેવી સ્થિતિમાં તેને પકડવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા મજૂરની નોધણી કરવા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી મજૂરોની નોધણી કરવા સુચના આપવામાં આવી હોવા છતાં કેટલાય કોન્ટ્રાક્ટર ફેકટરીમાં કામ કરતા મજૂરોની નોધણી કરાવતા ન હોય જેથી પોલીસે શ્રમિક નોધણી માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે ફેકટરીમાં શ્રમિક નોધણી નથી થઈ તેમના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે અને આ કાર્યવાહીનાં ભાગરૂપે વકાનેર તાલુકા પોલીસે અલગ અલગ ફેકટરીમાં કોન્ટ્રાક્ટ આધારે કામ કરાવતા કિરીટસિંહ મહિપત સિંહ તુવાર, સોનું કુમાર શિવન નિષાદ તેમજ શૈલેષ ધનજીભાઈ ડાકા વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW