મોરબીના રવાપર ગામમાં આવેલ બોનીપાર્કમાં રહેતા અને ટ્રેડીંગ સાથે જોડાયેલ કેતનભાઈ મગનભાઈ પટેલે સનાળા ગામના માધવ મગનભાઈ જીલરીયા અને જયદીપભાઈ પઢીયાર વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ જયદીપભાઈ મારફતે માધવ ભાઈએ પાસેથી રૂ 4 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે તેમજ 5 લાખ રૂપિયા માસિક 40 ટકા જેટલા ઉચાં વ્યાજે રૂપિયા લીધા હતા જોકે તેઓએ લીધેલી રકમના બદલામાં મુદલ અને વ્યાજ સહીત રૂ 9.52 લાખ જેટલી માતબર રકમ ચૂકવી તેમજ છતાં આરોપીઓ દ્વારા કેતનભાઈ પાસેથી hdfc બેન્કના ચાર ચેક લખાવી લીધા હતા અને બેંકમાં વટાવી દીધા હતા જોકે તેમની જાણ બાહર આ ચેક વટાવી લેતા ચેક બાઉન્સ થયો હતો જેથી આરોપીઓએ તેમના વિરુદ્ધ ચેક રીટન કેસ નોધાવી હતી તો આરોપીઓએ તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરી માર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી
ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 384,506(2) અને મની લેન્ડર્સએક્ટ 2011 વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે,

