HomeGujaratમોરબી જિલ્લાના હડમતિયા ગામના જવાનને BSFમાં તબીબ તરીકે સેવા બદલ...

મોરબી જિલ્લાના હડમતિયા ગામના જવાનને BSFમાં તબીબ તરીકે સેવા બદલ સર્વોચ્ચ સન્માન એવોર્ડ

 ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી વિંગમાં તબીબી સેવા આપતા ડો. કેયુર મગનભાઈ પટેલને BSFમાં નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી બદલ સર્વોચ્ચ સન્માન રૂપે ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દેશના સરહદ પર ટાઢ તડકો કે વરસાદની ચિંતા કર્યા વિના દિવસ રાત સુરક્ષા કરતા જવાન છેલ્લે તો માણસ છે તેઓ પણ બીમાર થાય છે ત્યારે આ જવાનોના આરોગ્યની કાળજી માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFમાં પણ તબીબોની પણ નિમણુક થતી હોય છે આ બોર્ડર સીક્યુરીટી ફોર્સમાં મોરબી જિલ્લાના જવાન ડોક્ટર તરીકે ફરજ બજાવે છે ખુબ લાંબા સમયથી ડોક્ટર તરીકે નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી કરતા ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની ડો. કેયુર મગનભાઈ પટેલને તાજેતર માં ભારત સરકાર તરફથી BSFનું સર્વોચ્ચ સન્માન ગણાતા ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ એવોર્ડ આપવામાં આવ્યો છે.ગત તા.31ઓક્ટોબરના રોજ કેવડીયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ-2022માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. કેયુરને આ સન્માન પ્રાપ્ત થયું હતું. ડો. કેયુર પટેલને તેમની બે વર્ષની સર્વિસમાં આ દ્વિતીય ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ પ્રાપ્ત થયેલ છે તેમજ તેઓને ઈન્સ્પેક્ટર જનરલ કમન્ડેશન સર્ટિફિકેટ પણ મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW