HomeGujaratમોરબીના માળિયા ભીમસર ચોકડી પાસે ખાનગી મીની બસ પલટી મારી 14 ને...

મોરબીના માળિયા ભીમસર ચોકડી પાસે ખાનગી મીની બસ પલટી મારી 14 ને ઈજા

મોરબીના માળિયા હળવદ રોડ ભીમસર ચોકડી પાસે વહેલી સવારે વહેલી સવારે એક ખાનગી મીની અક્સ્માતે પલટી મારી ગઈ હતી બનાવમાં બસમાં સવાર 14 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા મોરબી 108 ની માળિયા લોકેશન જેતપર લોકેશન અને મહેન્દ્રનગર એમ અલગ અલગત્રણ લોકેશનની એમ્બુલન્સ તેમજ નેશનલ હાઈવે ઓથોરીટીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી

અને ઈજાગ્રસ્તને જેતપર પીએચસી તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવમાં કોઈ જાન હાની ન થતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો . અકસ્માતને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW