HomeGujaratમોરબી: વિસીપરામાં દારૂનું બેફામ વેચાણ, કોઈ ફરિયાદ કરે તો પોલીસ જ હેરાન...

મોરબી: વિસીપરામાં દારૂનું બેફામ વેચાણ, કોઈ ફરિયાદ કરે તો પોલીસ જ હેરાન કરતી હોવાની સ્થાનિકોનો આક્ષેપ

રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ હાલ મોરબી જીલ્લામાં ઇન્સ્પેકશન મોરબીના વીસીપરા વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક લોકોને મળ્યા હતા અને ત્યાની સમસ્યા અને કાયદાકીય સ્થિતિ વિશે માહિતી મેળવી હતી જ્યાં સ્થાનિકોએ તેમને આ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય અને સ્થાનિક પોલીસ આ બાબતે સક્રિય કામગીરી કરવાના બદલે આરોપીઓને છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.અને દારૂની વેચાણ વધવાને કારણે કાયદા કીય સ્થિતિ પણ કથળી છે

આ ઉપરાંત સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ બાબતે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂ વેચનાર પર કર્યવાહી કરવાના બદલે ફરિયાદ કરનારઓને પરેશાન કરતા હોવાનોં આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો

આ વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ પણ આવેલ છે તેમ છતાં અહી દિવસ દરમિયાન લુખ્ખા તત્વો દારૂ પી ને આસપાસ વિસ્તાર માં પડ્યા પાર્થયા રહે છે અને શાળાએ આવતી જતી વિદ્યાર્થીનીઓને પણ હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.આ વિસ્તારમાં કેટલાક આવારા તત્વો દિવસે અને રાત્રે બાઈક ફૂલ સ્પીડમાં બાઈક લઈને રખડતા રહે છે અને સ્થાનિકોને પરેશાન કરવામાં આવે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW