મોરબીના બગથળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીલાલ બાલુભાઈ બોપલિયાએ તેની માલિકીની જીજે 03 ટી ૬૬૩૫ નંબરની ટ્રેક્ટર ટ્રોલી ગામના પારેવડી ચોક વિસ્તાર પાર્ક કર્યું હતું જ્યાંથી કોઈ અજાણી વ્યક્તિ કોઈ વાહન સાથે બાંધી ચોરી કરી લઇ ગયો હતો. જયંતિભાઈને ટ્રેક્ટર ટ્રોલી ચોરી થયાની જાણ થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રેક્ટર ટ્રોલીની ઘટના બગથળા ગામ નજીક એક ફેક્ટરીના સીસીટીવી કેમેરા પણ કેદ થઇ ગઈ હતી જેમાં કોઈ શખ્સ ટ્રોલી ટ્રેક્ટર સાથે બાંધી લઈ જતા ઝડપાઈ ગયો હતો

