Thursday, July 4, 2024
HomeGujaratરાજકોટ-અમદાવાદ હાઈવે પર ડોળીયા ગામ પાસે ગાઢ ધુમ્મસથી ગમખ્વાર અકસ્માત: ચારના...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડોળીયા ગામ પાસે ગાઢ ધુમ્મસથી ગમખ્વાર અકસ્માત: ચારના મોત

હાલ શિયાળાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી ગાઢ ધુમ્મસ છવાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. જેમાં મોરબીના અણિયારી ટોલનાકા પાસે એકની પાછળ એક 30 જેટલા વાહનો અથડાઈ પડ્યા હતા. જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રી નજીક વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંધ ટ્રકની પાછળ ઈકોકાર ઘુસી જતા મોડાસા પંથકના ચાર હતભાગી યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા.
આ દુર્ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. જેમાં રાજકોટ લીમડી હાઈવે ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ આવતી ઈકો કાર ડોળિયા બાઉન્ડ્રી પાસે બંધ હાલતમાં પડેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ પડી હતી

આ ગમખ્વાર અકસ્માતમાં ઈકો કારમાં મુસાફરી કરતા મોડાસા પંથકના અજયભાઈ સહિત ચાર યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા સાયલા પોલીસ કાફલો 108 સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો.પરંતુ ચારે ચાર હતભાગી યુવાન મોતને ભેટ્યા હોય તેઓની ઓળખ મેળવવા તેમની પાસે ડાયરી અને મોબાઈલ નંબરના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામા આવ્યો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે, ચારે હતભાગી યુવાન ઈકોકારમાં જ ફસાઈ ગયા હતા. જેઓના મૃતદેહ કાઢવા માટે ઈકોકારના કટકા કરવા પડ્યા હતા. ત્યાર બાદ ચારેય યુવાનના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા હતા અને પોસ્ટમોટર્મ અર્થે સાયલા હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW