મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાંન બાતમી મળી હતી કે મોરબીના બગથળા ગામની સીમમાં બરવાળા તરફ જતી કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે તાલુકા પોલીસે દરોડો પડ્યો હતો અને જુગાર રમતા રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા,ભાવેશભાઇ બાલુભાઇ સિતાપરા,હેમુભાઇ દેવજીભાઇ ચાવડા શૈલેષભાઇ સવજીભાઇ વડનગરાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ 1 લાખ 20 હજાર રોકડા કબજે કર્યા હતા અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

