રાજ્યમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાસી ચુક્યા છે હાઇકોર્ટ દ્વારા પણ સરકારને રખડતા ઢોરનો કાયમી ઉકેલ લાવવા અનેક ટકોર કરવી પડી હતી જે બાદ હવે જાણે રાજ્ય સરકાર એકશનમાં આવી હોય તેમ રાજ્યભરમાં રખડતા ખુંટના ખસીકરણ અને તેમને પાંજરાપોળમાં ખસેડવાની ઝુંબેશ હાથ ધરી છે ત્યારે આ ઝુંબેશમાં આવતીકાલથી રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મોરબીથી પ્રાંરભ થશે મોરબીના લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌ શાળા ખાતે સવારે 8:30 વાગ્યાથી શરુ કરવામાં આવશે
આ કેમ્પમાં 50 જેટલા નાના મોટા ખુંટના ખસીકરણ કરવામાં આવશે આ 50 ખુંટનું ઓપરેશન થયા બાદ તેમનું એક સપ્તાહ દરમિયાન ઓબ્જર્વેશન કરવામાં આવશે.અને ઓબ્જર્વેશન બાદ આગામી સમયમાં વધુ કાર્યક્રમ અગળ આગળ વધારવામાં આવશે
આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા તેમજ જિલ્લા ભાજપ આગેવાનો જિલ્લા વહિવટી તંત્રના અધિકારી કર્મચારીઓ હાજર રહેશે.

