Thursday, July 4, 2024
HomeGujaratજોર જોરથી રડવાનો અવાજ આવતો હતો, જોયું તો 3 વર્ષની બાળકી નિર્વસ્ત્ર...

જોર જોરથી રડવાનો અવાજ આવતો હતો, જોયું તો 3 વર્ષની બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી..

ફરી એકવાર સુરતથી આપતિજનક ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર ત્રણ વર્ષની બાળકી નિર્વસ્ત્ર હાલતમા મળી આવતા ચકરાર મચી ગયો છે. જો કે કોઈ અઘટિત ઘટના બનતા પહેલા નજીકના લોકોએ સતર્કતાને લીધે બાળકીને બચાવી લેવાય છે. સ્થાનિકોએ જણાવ્યુ કે બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ બાદ યુવકે જ્યારે ઘરનો દરવાજો ખોલયો ત્યારે બાળકી નિર્વસ્ત્ર હાલતમાં હતી. આ જોતા જ તરત જ પોલીસને જાણ કરી દીધી જેથી હાલ યુવકની અટકાયત પોલીસ દ્વારા કરવામા આવી છે.

મળતી માહિતી મુજબ બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જઈ મેડિકલ સહિતની તપાસ શરૂ કરાઈ છે. આ વિશે વિગતે વાત કરીએ તો પાંડેસરાના વડોદગામમા અવેલા રણછોડનગરમાં ત્રણ વર્ષની બાળકી પર પાડોશીની ખરાબ નજર પડી . રડવાનો અવાજ સાંભળતા પાડોશમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની અરવિંદ નિશાદના ઘરનો દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ખોલાવ્યો ત્યારે પાડોશીના મકાનમાંથી બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી. જે બાદ પોલીસની મદદ લેવાય.

પોલીસે કરેલી પુછપરછમા આરોપીએ બાળકી જોડે એવું કોઈ દુષ્કૃત્ય કર્યું ન હોવાની કબૂલાત કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીનુ નામ અરવિંદ નિશાદ છે અનેર તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે છેલ્લા 10 વર્ષથી પાંડેસરાના રણછોડ નગરમા રહે છે અને મજૂરી કામ કરે છે. આ સાથે એ વાતનો પણ ખુલાસો થયો છે કે આરોપી બાળકીને ભૂંગરા અપાવવાનું કહી પોતાના રૂમમાં લઈ ગયો હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW