મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે નાની બાબતમાં છરી દેખાડી સીન સપાટા કરતા કે લુખ્ખાગીરી કરતા તત્વો પર જાણે પોલીસની ધાક જ ન રહી હોય તેમ અવાર નવાર અલગ અલગ સ્થળોએ છરી કે ધોકા મારવા જેવી ઘટના બની રહી છે ત્યારે મોરબીના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ બૌધનગરમાં ઉતરાયણ પર્વની રાત્રે બની હતી જેમાં બોધનગર વિસ્તારમાં રહેતા સુરેશ ખાનાભાઈ પરમાર નામની 33વર્ષની વ્યકિતના ઘર સામે પાર્ક કરેલ તેના બાઈક પાસે અક્ષય ઉર્ફે કાનો રતિલાલ મકવાણા અને નિલેશ જયેશ મકવાણા નામના બે લુખ્ખા કોઈ શંકાસ્પદ હરકત કરતા હોય જેથી યુવકે બાઈક પાસે શું કરો છો તેમ પૂછતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ સુરેશ પર છરી ચલાવી દેતા અક્ષયને ચહેરાના ભાગે ઇજા પહોંચી હતી આ ઘટના દરમયાન તેમનો ભાઈ વચ્ચે પડતા આ લુખ્ખાઓએ તેને પણ છરી મારી દેતા બને ભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે. માત્ર ફરિયાદ નોધી તપાસનું નાટક શરૂ કર્યું હતું

