મોરબીના પીપળી રોડ ઉપરથી તસ્કરો બંધ કારખાનામાંથી 9.25 લાખ રૂપિયાનું પેપરમિલનું સ્લીટિંગ મશીન, એસી ડ્રાઇવ અને ડાઈ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર શ્રી રામ પેપર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા અને રવાપર રોડ ઉપર રહેતા જીતેન્દ્રકુમાર અરજણભાઈ ભેંસદડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના કારખાનામાંથી અજાણ્યા તસ્કરો 9.25 લાખ રૂપિયાનું પેપરમિલનું સ્લીટિંગ મશીન, એસી ડ્રાઇવ અને ડાઈ ચોરીને લઈ ગયા હતા

