મોરબી સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરનો ત્રાસ વધી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે જેમાં વ્યાજખોર સામે કડક કાર્યવાહી હાથ ધરવા રાજ્ય ભરમાં વ્યાજખોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ અનેક ફરિયાદો વ્યાજખોર સામે નોંધાઈ ગઈ છે અને પોલીસે વ્યાજખોર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરમાં વગર લાયસન્સે ઉચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઈશમો મોરબીમાં ફુલીયા ફાલિયા છે ત્યારે હવે આવા વ્યાજખોર સામે પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે મોરબીમાં અલગ અલગ ત્રણ જેટલી ફરિયાદો ગઈકાલે નોંધાઈ હતી
પ્રથમ ફરિયાદ પ્રદીપભાઈ કેશવજીભાઈ પરમાર સથવારા પંચાસર રોડ ધર્મસિદ્ધિ સોસાયટી વાળાએ મોરબી એ ડિવિઝન ખાતે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી બીજી ફરિયાદ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા મણીબેન ચંદુભાઈ લાલવાણી એ પોતાના દીકરા ભાવેશભાઈ લાલવાણી પાસે વ્યાજખોરએ વ્યાજે રૂપિયા આપી ઊંચા વ્યાજ અને પઠાણી ઉઘરાણી કરતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યારે ત્રીજી ફરિયાદ પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મહાવીર ભાઈ નરેન્દ્રકુમાર વૈષ્ણવ એ વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી તેમજ ચેક અને નોટરી લખાણ કરી ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે
ઉપરોક્ત ત્રણેય ફરિયાદના આધારે મોરબી પોલીસ દ્વારા તમામ આરોપી ની ધરપકડ કરી છે પોલીસે ધરપકડ કરેલા તેમજ અન્ય કોઈ વ્યાજખોરનો ત્રાસ હોય કે હેરાનગતિ કરતા હોય તો તેઓએ કોઈપણ સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રજૂઆત કરી શકે છે તેવ પોલીસ દ્રારા લોકો ને અપીલ કરવામાં આવી હતી
પકડાયેલા વ્યાજખોર આરોપીઓ ના નામ
શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા રહે પંચાસર
ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા રહે શકત સનાળા
દર્શનભાઈ જેઠાભાઈ પરમાર રહે ગોકુળ નગર
મયુરભાઈ નરસંગભાઇ વીરડા રહે સોનગઢ માળીયા
મહેશભાઈ ચેતનદાસ અમલાણી રહે શક્તિ પ્લોટ શ્રદ્ધા એપાર્ટમેન્ટ
સલીમભાઈ દિનમહમંદભાઈ બગથરીયા રહે કાયાજી પ્લોટ મોરબી
કમલેશભાઈ વસંતભાઈ પોપટ રહે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ મોરબી
જયરાજભાઈ જીવણભાઈ સવસેટા રહે દેવગઢ માળીયા

