HomeGujaratધારાસભ્યની હુંકાર બાદ પોલીસ એકશન માં , વ્યાજખોરો સામે ત્રણ ફરિયાદ

ધારાસભ્યની હુંકાર બાદ પોલીસ એકશન માં , વ્યાજખોરો સામે ત્રણ ફરિયાદ

મોરબીમાં જાણે ગુનાહિત પ્રવૃત્તિ કરવી હોય તો ગુનેગારોને મોકળું મેદાન મળી રહે છે પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અસામાજિક તત્વો પર તબાહી બોલાવી રહ્યા છે એક પછી એક મોરબી ની અંદર વ્યાજખોરો હોય, છેડતી હોય કે અન્ય કોઈ ગુનામાં ખોટા હેરાન કરતા હોય તો તાત્કાલિક તેની સામે ફરિયાદો નોધવામાં આવી રહી છે અને પોલીસ દ્રારા એકસન પણ લેવામાં આવી રહ્યા છે

છેલ્લા થોડા દિવસોમાં મોરબીમાં અનેક વ્યાજખોરો સામે ફરિયાદો નોંધવામાં આવી છે ત્યારે ગઈકાલે વધુ ત્રણ ફરિયાદ વ્યાજખોરોના ત્રાસની નોંધાવા પામી છે મોરબીમાં જાણે ૧૦ ટકા ૨૦ ટકા ૩૦ ટકા ૪૦ ટકા ૫૦ ટકા સુધીના વ્યાજો વસૂલતા હોવાની ફરિયાદો અનેક જોવા મળી રહી છે ત્યારે હવે મોરબી પોલીસ અને ગૃહરાજ્ય વિભાગ દ્વારા પણ વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે પરંતુ હજુ પણ મોરબી ની અંદર ઘણા બધા લોકો વ્યાજના ચકકરમાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે મોરબી પોલીસ આવનારા દિવસોમાં વ્યાજખોરો સામે કયા પ્રકારના પગલા ભરે છે તે જોવું રહ્યું

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મ સિટી સોસાયટીમાં રહેતા સથવારા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં વ્યાજખોર શક્તિસિંહ ઝાલા, ભાવેશ સતવારા, દર્શન સતવારા અને મયુર આહીર નામના શખ્સ પાસે ફરિયાદી એ અલગ અલગ સમયે આજે રૂપિયા લીધેલા હોય અને ઉચ્ચ વ્યાજ ચૂકતે કરી મૂળ રકમ પણ પરત કરી આપવા છતાં આરોપીઓએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવા હેતુથી બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરી મૃત્યુનો ભય બતાવી ટીકા પાટોનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

જ્યારે બીજી ફરિયાદ પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા બાવાજી યુવાને મોરબી એડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસની ફરિયાદ નોંધાવી છે જેમાં જયરાજભાઈ જીવણભાઈ સવસેટા નામના સખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ લાખો રૂપિયા યાદી લીધેલા હતા અને ફરિયાદી પાસે આરોપીએ મુળી કરતાં પણ વધારે વ્યાજ વસુલી ફરિયાદીને બળજબરીથી નોટરી ખોટું લખાણ કોરા ચેક લઈ પઠાણી ઉઘરાણી કરી અવારનવાર ફોન તેમજ રૂબરૂ આપી બાકીની વ્યાજની રકમ આપી દે નહીંતર જાન થી મારી નાખવાની ધમકી આપી બળજબરી થી કઢાવી લેવાની કોશિશ કરી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય

જ્યારે ત્રીજી ફરિયાદ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે રહેતા સિંધી યુવાને મોરબી સીટીઝન પોલીસ સ્ટેશન ખાતે પણ વ્યાજખોરના ત્રાસની ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી મહેશ અમલાણી, સલીમ બગથરીયા અને કમલેશ પોપટ નામના વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને ઉચ્ચ વ્યાજ સહિત આરોપીઓને ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી કરી બળજબરી પૂર્વક ધાકધમકી ચેક નોટરી લખાણ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા હોવાથી મોરબી સીટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW