હળવદ ના નવા માલણીયાદ ગામે તારીખ 21- 12 – 2022 ના રોજ જેન્તીભાઈ પરમાર નામના વ્યક્તિએ કરજમાં ડૂબી જતા અને લેણદારોની ધમકી અને દબાણના કારણે આત્મહત્યા કરેલ હતી આ સાથે તેમને એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં વ્યાજ માફિયાઓના નામ પણ લખેલા છે ત્યારે પરિવારજનો દ્વારા વારંવાર પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવવા છતાં આજ દિન સુધી પોલીસે ફરિયાદ કે નોંધ ન કરતા પરિવારજનો દ્વારા રાજ્યપાલ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી

એક તરફ પિતાની છત્રછાયા ગુમાવી તો બીજી તરફ પોલીસના વલણથી કંટાળી જઈ ને પરિવારે પણ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે સમગ્ર બનાવવામાં પરિવારજનોએ ઈચ્છામૃત્યુ ની માંગમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે અમારા પિતાએ જમીન મકાન તથા સોનુ પણ વેચી ઉચ વ્યાજ ચૂકવી દીધેલ છે તેમ છતાં હજુ કરજ બાકી રહી જાય છે હવે કોઈ મિલકત કે કોઈ મૂડી ન બચતા અને વ્યાજ માફિયાઓના ત્રાસના કારણે પરિવારજનો પણ ત્રાહિમામ થઈ ગયા છે સમગ્ર મામલે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય આ તમામ વિરોધ ફરિયાદ નોંધાવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ પોલીસ પણ હજુ સુધી ફરિયાદ તો દૂરની વાત રહી પરંતુ હજુ સુધી નોંધ પણ નથી લીધી જેના કારણે આજે પરિવારના આઠે સભ્યોએ રાજ્યપાલ સમક્ષ ઈચ્છામૃત્યુની રજૂઆત કરી છે

ઈચ્છામૃત્યુ માંગનાર પરિવારના સભ્યોના નામ
લીલાબેન જયંતીભાઈ પરમાર પત્ની
ગોપાલભાઈ જેન્તીભાઈ પરમાર પુત્ર
હિતેશભાઈ જયંતીભાઈ પરમાર પુત્ર
પ્રશાંત ગોપાલભાઈ પરમાર પૌત્ર
યશ ગોપાલભાઈ પરમાર પૌત્ર
જૈનિશ હિતેશભાઈ પરમાર પૌત્ર
અસ્મિતાબેન ગોપાલભાઈ પરમાર પુત્રવધુ
સરોજબેન હિતેશભાઈ પરમાર પુત્રવધુ

આ તમામ આઠે આઠ પરિવારજનો દ્વારા રાજ્યપાલને રજૂઆત કરી છે જેમાં એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળ ઉપર આત્મવિલોપન એટલે કે ઈચ્છા મૃત્યુ કરવાનું નક્કી કરેલ છે જેની આપ સાહેબ શ્રી મંજૂરી આપશો જેથી કરીને અમો આ માથાભારે ઈસમો થી છુટકારો મેળવી શકીએ અને અમારું જીવન ટૂંકવી શકે બસ આટલી જ અમારી અરજ છે તેવું રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યું છે