HomeGujaratપિતા સાથે સુતેલી 6 વર્ષની બાળકીનું રેલવે સ્ટેશન પરથી અપહરણ, મહિલા સહિત...

પિતા સાથે સુતેલી 6 વર્ષની બાળકીનું રેલવે સ્ટેશન પરથી અપહરણ, મહિલા સહિત બેની ધરપકડ

સૂરત રેલ્વે સ્ટેશન પર પિતા સાથે સુતેલી 6 વર્ષીય બાળકીનું અપરહણ થતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઇ હતી જેમાં એક મહિલા બાળકીનું અપરહણ કરીને લઇ જતી નજરે ચડી હતી. આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી એક મહિલા સહીત બે લોકોની ધરપકડ કરી છે. બાળકીનું અપરહણ કેમ કરવામાં આવ્યું હતું તે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.
મૂળ મધ્ય પ્રદેશના વતની અને છેલ્લા એક મહિનાથી અંકલેશ્વર ખાતે છૂટક મજુરી કરી પરિવારનો ગુજરાન ચલાવતો યુવક વતન રહેતી પુત્રીને લેવા ગયો હતો. પુત્રીને લઈને ટ્રેનમાં પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં ઊંઘ આવી જતા અંકલેશ્વર સ્ટેશન છૂટી ગયું હતું અને તેઓ સુરત રેલ્વે સ્ટેશન પહીચી ગયા હતા.સુરત આવી તેઓ પરત અંકલેશ્વર જવા માટે ટ્રેનની રાહ જોતા હતા આ દરમિયાન મોડી રાત થઇ હોય પિતા અને તેની બાળકી પ્લેટફોર્મ પર રહેલા બાકડા પર સુઈ ગયા હતા. થોડા સમય બાદ પિતાની નિંદ્રા ખુલતા પોતાની પુત્રી ગાયબ હતી. જેથી તેની ભારે શોધખોળ કરી હતી.

બાળકીનો ક્યાય પતો ન લાગતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલો ગંભીર હોય પોલીસ પણ તુરંત એકશનમાં આવી હતી અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં એક મહિલા રેકી કર્યા બાદ બાળકી પાસે આવી હતી અને બાળકીને ચાદર ઓઢાડી તેનું અપરહણ કરીને લઇ જતી સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનામાં પોલીસે બારડોલી ખાતેથી બાળકીનું અપરહણ કરનાર રેણુકા ઉર્ફે પાયલ ચૌધરી અને તેના સાથીદાર યોગેશ ચૌહાણની ધરપકડ કરી હતી.

સુરત રેલ્વે પોલીસના ડીવાયએસપી દીપક ગૌરે જણાવ્યું હતું કે બાળકીના પિતાએ પોલીસનો સંર્પક કરતા આ મામલે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. આખરે સીસીટીવીમાં દેખાતી મહિલાને બારડોલી ખાતેથી મહિલાને ઝડપી પાડી હતી. બાળકીને પણ તેની પાસેથી હેમખેમ મળી આવતા તેના ચુંગલમાંથી બાળકીને છોડાવી છે.

બાળકીનું અપહરણ કેમ કર્યું, શું કરવાના હતા, તે માટે પોલીસ દ્વારા તેની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. આરોપીના રિમાન્ડ મેળવી આ મામલે તપાસ કરાઈ રહી છે. મહિલા ઘણા સમયથી સુરતમાં છે અને તે રખડપટ્ટી કરે છે. અને સમયાંતરે પોતાનું રહેણાક બદલતી રહેતી હતી. ઝડપાયેલા તેના સાથીદાર સાથે તે છેલ્લા 20 થી 25 દિવસથી રહતી હતી. તેની સાથે અન્ય કેટલા ઈસમો સંકળાયેલા હે અને તેની પ્રવુતિ શું છે તે મામલે તપાસ કરાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW