લાંબા સમયથી ઊંચા ગેસ ભાવનો સામનો કરતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા જે બાદ મોટા પાયે પીએનજી ગેસની ડિમાન્ડ ઘટી હતી બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલ સસ્તું થતા મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો મળ્યો છે અને મોરબીના સિરામિક ઉદ્યોગને અંતે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ગેસમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે સિરામિક ને પાઇપલાઇન થકી પુરો પાડવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પર ક્યુબિક રૂ.7નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા ની સાથે ઉદ્યોગકારોને જબરદસ્ત ફાયદો થયો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા ગુજરાત ગેસ દ્વારા તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગ જગતને પાસઓન કરવામાં આવ્યો છે.
યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ બાદ મોરબી સિરામિક ઉદ્યોગ જગતની મહત્વની જરૂરિયાત એવા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં બમણા જેટલો વધારો થયા બાદ ધીમે ધીમે ગેસના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટતા આજે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ક્લસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો છે .
ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂ. 7ના ઘટાડા અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ રૂપિયા 8.50ના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ 53 થયા હતા. જેમાં આજે વધુ રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવતા હવે ડોલરના ભાવની વધઘટ મુજબ અંદાજે 46થી 47 રૂપિયા જેટલા ભાવે ઉદ્યોગકારોને ગેસ મળી શકશે. આમ નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમા ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં થોડી રાહત મળી શકશે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ગેસના ભાવ ઘટાડા અંગે જણાવ્યું હતું કે

