HomeGujaratવાંકાનેરના વર્લી મટકાનો જુગાર રમતા ૩ ઝડપાયા 34,400 નો મુદામાલ જપ્ત

વાંકાનેરના વર્લી મટકાનો જુગાર રમતા ૩ ઝડપાયા 34,400 નો મુદામાલ જપ્ત

વાંકાનેરમાં દરોડો પાડી સ્થાનિક પોલીસની મીઠી નજરથી ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્ક પર  મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને વર્લી મટકાનો જુગાર રમતા રમાડતા 3 શખ્સને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લઈ રૂપિયા 34,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર સરકારી આવાસ યોજનાના કવાટર્સ પાસેથી આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા, રહે.વાંકાનેર મીલનપાર્ક રેલ્વેસ્ટેશન રોડ, વાંકાનેર, પ્રકાશ કરશનભાઇ ગોરીયા, રહે.મીલપ્લોટ ડબલચાલી સ્ટેશન રોડ, વાંકાનેર અને અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઇ ભટ્ટી, રહે.સરકારી આવાસ યોજના નામના ત્રણેય ઇસમોને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,400, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,000 તેમજ વરલી મટકાની ચિઠ્ઠી, બોલપેન સહિત 34,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

– text

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW