HomeGujaratટંકારા નજીક ગાયત્રીનગર તાલુકા શાળામાં તમાકુ મુક્તિ જાગૃતિ અંગે સ્પર્ધાનું આયોજન

ટંકારા નજીક ગાયત્રીનગર તાલુકા શાળામાં તમાકુ મુક્તિ જાગૃતિ અંગે સ્પર્ધાનું આયોજન

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે ટંકારા ખાતે આવેલી ગાયત્રીનગર તાલુકા સ્કુલમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 6થી 8 ના કુલ 50 બાળકોએ ભાગ લીધેલ અને પોતાની મૌલિકતાથી વ્યસનની જાગૃતિ ઉપર નિબંધ લખેલ સ્પર્ધામાં પ્રથમ નંબર પર પંડયા ટીંકલ કાલીચરણ,તથા દ્રિતીય ક્રમ પર પાંચોટિયા ભૂમિ વિમલભાઈ, તથા તૃતીય નંબર પર કુંઢીયા વિરાજ વિજયભાઈ મેળવ્યો હતો, વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યો હતો. દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા, ડો.ચિત્રાંગી પટેલ, પી.એચ.સી. સુપરવાઈઝ ગોસાઈભાઈ, સી.એચ.ઓ, એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ.ડબ્લ્યુ પણ હાજર રહ્યા હતા , આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રસિકભાઈ ભાગીયા અને તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW