HomeGujaratમોરબીમાં દંપતી વિવાદના નામ ખુલતા પાટીદાર નવરાત્રી મહોત્સવમાંથી અજય લોરિયાને આયોજકોએ બરખાસ્ત...

મોરબીમાં દંપતી વિવાદના નામ ખુલતા પાટીદાર નવરાત્રી મહોત્સવમાંથી અજય લોરિયાને આયોજકોએ બરખાસ્ત કર્યો

મોરબીમાં એક દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં મહિલા દ્વારા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેમના પતિ દ્વારા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયાતેમજ અન્ય બે શખ્સ સાથે આડા સંબધ હોવાની આશંકા રાખી માર માર્યાની ફરિયદ નોધાવી હતી આ બનાવ સામે આવા બાદ મોરબીમાં નવરાત્રી મહોત્સવના આયોજકોએ એ એક પ્રેસનોટ જાહેર કરી અજય લોરિયાને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી

પ્રેસ નોટ માં જણાવ્યા મુજબ અજય લોરિયાએ  આ પાટીદાર નવરાત્રીનો ઉપયોગ પોતાના નામ માટે, પોતાના સબંધ વધારવા માટે પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના અંગત લાભ માટે કરેલ છે.જોકે  પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન માત્ર અજય લોરિયા દ્વારા નહી પરંતુ અનેક લોકોના સહકાર થી થતું હતું.જેમાં આયોજકો તરીકે નીચે સહી કરનાર અમારા સૌનો સિંહ ફાળો છે. નવરાત્રીમાં વધતી રકમનો ક્યાંક ને ક્યાંક સદઉપયોગ થાય એ હેતુથી અમે આ આયોજનમાં તન,મન અને ધનથી સેવા આપતા રહ્યા.  અવારનવાર ઘણા સજ્જન માણસો દ્વારા અજય લોરિયા નામ જોગ અમને કહેવામાં આવતું કે અજય લોરિયા પાટીદાર નવરાત્રી મહોત્સવનો ઉપયોગ ફક્તપોતાના અંગત સ્વાર્થ માટે કરે છે અને જે સેવા કાર્યનો સાચો જશ પાટીદાર નવરાત્રીના બધા આયોજકોને મળવો જોઈએ તે એક વ્યક્તિ લઈને એનો દુરપયોગ કરે છે. હમણા મોરબીમાં પતિ પત્નીના કંકાસનો એક બનાવ બનેલ છે તેનો સંપૂર્ણ પાપનો જવાબદાર  અજય લોરિયા છે. આ બનાવમાં અમારા એક નિર્દોષ અને આયોજકો પૈકીના એક મેહુલનું નામ FIR માં અજયે ફરિયાદી પાસે લખાવડાવ્યું  એવું નીચ્ચ કક્ષાનું કામ તેના દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ  મેહુલભાઈ નિર્દોષ છે એના પુરાવા પણ છે.  અજય લોરિયાના બીજા ઘણા બધા એવા કાંડની ચર્ચા અમારા સંભાળવામાં આવી છે. પાટીદાર નવરાત્રી મહોત્સવને અજય લોરિયા અને તેની સંસ્થા સેવા એજ સંપતિ ફાઉંડેશન સાથે  કોઈ લેવા દેવા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW