HomeGujaratમોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર મત ગણતરી શરુ

મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર મત ગણતરી શરુ

લાંબા સમયથી જેની ઇન્તેજારી થઇ રહી હતી તે રાજયની 182 વિધાનસભા ચૂટણીનો આજે અંતિમ તબક્કામાં પહોચી ચુકી છે આજે રાજ્યની અલગ અલ્લ્ગ બેઠક પર મત ગણતરી પ્રકિયા ચાલી રહી છે

મોરબી જીલ્લાની વાત કરીએ તો જીલ્લાની ત્રણેય બેઠક મોરબી માળિયા ,વાંકાનેર કુવાડવા બેઠકની મત ગણતરી ઘૂટું નજીક આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે યોજાઈ રહી છે પ્રથમ રાઉન્ડની હાલ ગણતરી ચાલી રહી છે જેમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે મોરબી 1762,ટંકારા 1255 અને વાંકાનેર 1400 મતો ની ગણતરી ચાલી રહી છે.

મોરબી જીલ્લાની બેઠક માટે ચાલી રહેલી મત ગણતરી માટે

આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની વાત કરીએ તો વિધાનસભા બેઠક મુજબ ત્રણ અલગ-અલગ બ્લૉક ફાળવણી કરવામાં આવી છે. એક બ્લૉકમાં એક બેઠકની મતગણતરી શરૂ થશે. એક બેઠકમાં 14-14 ટેબલ એમ કુલ 42 ટેબલ મુકવામાં આવ્યા છે. દરેક ટેબલ પર 4-4 કર્મચારી આમ એક ટેબલ પર 56 કર્મચારી મતોની ગણતરી ચાલી રહે છે . તો પ્રત્યેક ટેબલ પર એક સાથે 14 ઈવીએમની એક સાથે મત ગણતરી ચાલી રહે છે . એક સાથે 14 ટેબલના ઈવીએમની ગણતરી પૂર્ણ થાય એટલે એક રાઉન્ડ પૂરો થયો ગણાશે.

આ રાઉન્ડના અંતે રિટર્નિંગ ઓફીસરની સહી લેવાયા બાદ ઉમેદવારને મળેલ મત તેનાં પક્ષ સાથે બોલાવામાં આવશે અને અંતે કોને સરસાઇ મળી તેનું નામ અને સરસાઇની સંખ્યા જાહેર કરવામાં આવશે. આ જાહેરાત બાદ ફરીવાર રિટર્નિંગ ઓફીસર બીજો રાઉન્ડ શરૂ કરવા આદેશ આપશે અને આદેશ બાદ ફરી એક સાથે 14 ટેબલ પર ગણતરી શરૂ થશે. આ રીતે દરેક બેઠક પર અંદાજીત 23 થી 25 રાઉન્ડ ગણતરી થશે. આ રીતે તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ રિટર્નિંગ ઓફીસર દ્વારા અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા ત્રણેય બેઠકો પર એક સરખી ચાલશે.

આ વખતે પ્રથમ બેલેટ પેપરના મતની ગણતરી શરૂ થતાની સાથે ઈવીએમની ગણતરી પણચાલુ રહેશે. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં પડેલા 5.72 લાખ મતનો ગણતરી માટે 42 ટેબલ પર 72 થી 75 રાઉન્ડમાં મતની ગણતરી થશે અને તેના માટે એક બેઠક દીઠ 56 કર્મચારી દીઠ 155 થી 160 કર્મચારી મત ગણતરી કરશે. જેમાં તેમની સાથે અન્ય કર્મચારી મદદમાં રહેશે.

આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી પંડયાની દેખરેખ હેઠળ અધિક ક્લેક્ટર એન.કે. મુછાર તેમજ નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ સહિતના મત ગણતરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1000 થી વધુ જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ જોડાશે. આ રીતે તમામ પ્રકારની તૈયારીઓ સાથે મત ગણતરી યોગ્ય રીતે અને કોઈ વાદ-વિવાદ વિના પૂર્ણ થાય તેવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.

2 ડીવાયએસપી, 7 પીઆઇ સહિતનો સ્ટાફ તૈનાત
મત ગણતરી દરમિયાન ઉમેદવારના સમર્થકો વચ્ચે બોલાચાલી કે ઝપાઝપી જેવી બનાવો ન બને અને મત ગણતરીની કામગીરીમાં કોઈ અડચણ ઉભી ન થાય તેને ધ્યાને લઇને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 15 પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ અને પેરા મિલિટરીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

જિલ્લાની તમામ બેઠકો પર 72,030 મત પડયા હતા
​​​​​​​મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો વાઇઝ ચૂંટણીમાં મતદાનની સ્થિતિ જોઈએ તો મોરબી બેઠક ઉપર કુલ 1,92,653 મતદારોએ મતદાન કર્યુ હતું એટલે કે ટકાવારી મુજબ 67.16 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણી કરતા 4.58 ટકા ઓછું હતું. આ વખતે ટંકારા બેઠક પર 71.18 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણીની સરખામણીએ 3.32 ટકા ઘટ્યું છે. આ ચૂંટણીમાં 1,77,612 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે આ વખતે વાંકાનેર બેઠકમાં પણ 2,01,765 મતદારોએ મતદાન કર્યું હતું. જેની ટકાવારી 71.19 ટકા નોંધવામાં આવી હતી. જેમાં ગત વખત કરતા 3.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત ચૂંટણીમાં 74.89 ટકા મતદાન નોંધાયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW